પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની જીત બાદ ભાજપ દ્વારા રાજ્યમાં બનતી અનેક ઘટનાઓ અંગે મહત્વની ઘોષણા કરવામાં આવી છે. ભાજપ આવતીકાલે દેશ વ્યાપી ધરણા પ્રદશનો કરવા જઈ રહી છે. ભાજપની આક્ષેપ કર્યો છે.
કે રાજ્યમાં મમતા બેનરજીના કાર્યકરો અને નેતાઓ તેમની પાર્ટીના કાર્યકરો સાથે ઝઘડો કરી રહ્યા છે. આ ઉપરાંત સોમવારે રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં ઝઘડો પણ થયો જેમાં કથિત અથડામણ અને દુકાનો લૂંટવા દરમિયાન ભાજપ ના ઘણા કાર્યકરો ઘાયલ થઈ ગયા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિપક્ષી પર આ ઘટનામાં રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. ભાજપે પાર્ટી ઓફિસમાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વાસ અને છત સળગતી જોવા મળી છે.
અને ગભરાયેલા લોકો ચીસો પાડતા અને ભાગતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર દુકાનમાંથી કપડાં લૂંટીને નાસી ગયેલા લોકોના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
ભાજપનો દાવો છે કે આ ઘટનામાં તેમના છ જેટલા કાર્યકર્તાઓ મૃત્યુ પામ્યા છે. ભાજપ આ માટે મમતા બેનરજીની પાર્ટીને દોષિત ઠરાવી રહ્યું છે.
- ભાજપે નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં તોડફોડ ને બતાવતો વિડીયો પત્રકારો સાથે શેર કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારીની સામે ચૂંટણી હારી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment