ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે. એવામાં ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ગાંધીનગરમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યો ની એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કોરોનાની મહામારી સરકારને કામગીરીથી જનતા ખૂબ જ નારાજ છે. આ બેઠકમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યોને કોરોનાની મહામારી દરમિયાન સરકારે કરેલા કામગીરી તેમજ વેક્સિનેશન કામગીરીની પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાતમાં હાલમાં વાવાઝોડું ગયું વાવાઝોડા ગયા બાદ ઘણા ગામડાઓ વિખરાઈ ગયાં અને ખેડૂતોને પણ ભારે નુકસાન થયું એવામાં સરકાર દ્વારા વાવાઝોડાને લઈને કામગીરી કરાય તે તમામ કાર્યક્રમ પ્રેઝન્ટેશન દેખાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યોની બેઠક બાદ પ પ્રધાનમંડળમાં પણ મોટાપાયે ફેરફાર થઇ શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment