આગામી 17 મી એપ્રિલે યોજાનારી મોરવા હડફ ની પેટાચૂંટણી ને લઇને ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.ભાજપ નીમિશાબેન સુથાર ને ટિકિટ આપી છે.કોંગ્રેસ મોરવા હડફ બેઠક માટે સુરેશભાઈ કટારા ને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે.
આદિવાસી અનામત બેઠક મનાતી મોરવા હડફ માટે સુરેશ કટારા ને ઉમેદવાર જાહેર કરવામાં આવતા અમિત ચાવડા એ અભિનંદન પાઠવ્યા છે.સુરેશ કટારા એ કોંગ્રેસ મોરવા હડફ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
તેઓ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ ના સક્રિય સભ્ય છે.સુરેશભાઈ ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.સુરેશભાઈ એ 10 વર્ષ સુધી સાગ વાડા ગ્રામ પંચાયત માં સેવા આપી છે.સુરેશભાઈ માં પત્ની હાલ રજાયતા જિલ્લા પંચાયત બેઠક ના સભ્ય છે.
17 મી એપ્રિલે મોરવા હડફ વિધાનસભા ની પેટાચૂંટણી યોજાશે.ભૂપેન્દ્ર ખાંટ નું અવસાન થતા બેઠક ખાલી પડી છે.30 મી માર્ચે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હશે.
31 માર્ચે ઉમેદવારી પત્ર ની ચકાસણી કરાશે.પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડપ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટ ના ધારાસભ્ય પદને લઈ વિવાદ થયો હતો.
જેમાં ભૂપેન્દ્ર ખાંટ ના જાતિ પ્રમાણપત્ર લઈ બીજેપી ઉમેદવાર દ્વારા હાઇકોર્ટ માં અપીલ કરવામાં આવી હતી.ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણપત્ર અને લઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો.
જેને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ મોરવાહડપ ધારાસભ્ય સામે કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કર્યા હતા અને આ સમગ્ર મામલો હાલ કોર્ટ સમક્ષ હોય દરમિયાન થોડા સમય પહેલા બીમારી ના કારણે ભૂપેન્દ્ર ખાંટ નું મોત નિપજયુ હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment