ત્રણેય કૃષિ કાયદાઓ રદ થયા બાદ હવે પંજાબના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કહ્યું કે કૃષિ કાયદા પરત ખેંચાતા તેમને ખુશી વ્યક્ત કરી હતી અને સાથે તેમને જાહેર કરી દીધું કે હવે તો સાથે કામ કરવા માટે ઉત્સુક છે.
તેમના નિવેદન પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે 2022માં ભાજપ અને કેપ્ટન એકસાથે પંજાબમાં ચૂંટણી લડવાના છે.કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમને ટ્વિટ કરીને કહ્યું કે
ગુરુ નાનક જયંતિ ના શુભ અવસર પર દરેક પંજાબીઓ ની માંગણીઓ સ્વીકારવા અને કાળા કાયદાને રદ કરવા બદલ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને મને ખાતરી છે કે ખેડૂતોનો વિકાસ માટે સરકાર હંમેશા માટે કામ કરતી રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કાયદાઓ પરત લેવાની જાહેરાત બાદ કોંગ્રેસે સમગ્ર ઘટનાને ખેડૂતોની જીત ગણાવી હતી. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે તૂટી ગયું અભિમાન અને જીતી ગયા મારા દેશના ખેડૂતો તો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે દેશના અનદાતા એ સત્યાગ્રહ થી અહંકાર નું માથું ઝુકાવી દીધું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment