ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે મહેસાણા થી ગાંધીનગર જતાં એક પરિવાર નું અકસ્માત થયું છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગરના રાંધેજા રેલવે ફાટક નજીક એક બેકાબૂ ટ્રકચાલકે રીક્ષા અને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
જેના કારણે રીક્ષા થોડીક આગળ જઇને ભૂલી નીચે ઉતરી ગઈ હતી. અને ટ્રક એ જ સમયે પાછળ આવી જતા ટ્રક નીચે દબાઇ ગઇ હતી. તેના કારણે રિક્ષામાં સવાર પતિ-પત્નીનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.
આ ઉપરાંત પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પુત્રોની દોડધામ પરીક્ષા હોવાના કારણે દંપતી તેને લઈને ગાંધીનગર જઈ રહ્યા હતા.
ભરતી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિ-પત્ની મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જગુદણ ગામના રહેવાસી હતા. મૃત્યુ પામેલા પતિનું નામ કાંતિભાઈ સોલંકી અને તેમની પત્નીનું નામ રમીલા બેન સોલંકી હતું. ઇજાગ્રસ્ત પુત્રનું નામ જીમી છે. તે 19 વર્ષનો છે.
મળતી માહિતી અનુસાર જીમી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને આવતીકાલે તેની દોડની પરીક્ષા હતી. તેના કારણે કાંતિભાઈ તેમની પત્ની અને પુત્ર સાથે તેમના સગા નરેશભાઈની રિક્ષામાં ગાંધીનગર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!