ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટના સામાન્ય બાબત બની ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં જીવ ટૂંકાવી લેતા હોય છે.
ગોંડલની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં ગોંડલમાં ત્રણ જીવ ટૂંકાવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગોંડલ શિવરાજગઢ ગામે રહેતા યુવાને જન્મદિવસના દિવસે ઝાડવા પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ચકચાર મચી જવા પામી હતી.
યુવકના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 26 વર્ષના મેહુલ રમેશભાઈ સાકરીયા નામના યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. આજરોજ મેહુલનો જન્મદિવસ હતો. જન્મદિવસના દિવસે જ મહેલનું મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
મેહુલ શાપર વેરાવળ ખાતે કડિયા કામ કરતો હતો. એક વર્ષ પહેલા મેહુલની સગાઈ થઈ હતી. મેહુલે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનવાના કારણે પરિવારના લોકો પણ શોકમાં ચાલ્યા ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે આર્થિક ભિંસના કારણે મેહુલે આ પગલું ભર્યું હશે. હાલમાં મેહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે અને ત્યારબાદ પરિવારના લોકો મેહુલના અંતિમ સંસ્કાર કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment