અવકાશમાંથી જોવા મળ્યું બિપરજોય વાવાઝોડાનું અતિ ભયંકર સ્વરૂપ… જુઓ કેટલીક ખાસ તસવીરો…

Gujarat, Images of Biperjoy Cyclone: અત્યારે સોશિયલ મીડિયા પર બિપોરજોય વાવાઝોડાના ભયંકર દ્રશ્યો(Terrible scenes of Cyclone Biperjoy) સામે આવી રહ્યા છે. વાવાઝોડું એટલું ભયંકર છે કે જે વિસ્તારની નજીકથી તે પસાર થયું છે ત્યાં ખૂબ જ નુકસાન કર્યું છે. અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધારે વાવાઝોડાને લગતી સમસ્યાઓ અને તસવીરો વાયરલ થઈ રહી છે.

ગુજરાત નજીક પહોંચેલું ભયંકર ચક્રવાત ‘બિપોરજોય’માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ખતરનાક ચક્રવાતને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી છે. પવનની ઝડપ 150 કિ.મી પ્રતિ કલાકની હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે.

આ વાવાઝોડાની તસ્વીરો અવકાશમાંથી લેવામાં આવી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલું જોખમી છે. અવકાશયાત્રી સુલતાન અલાનિયાદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની આ તસ્વીરો શેર કરી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત કેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું હાલમાં જખૌ બંદરથી લગભગ 250 કિમી દૂર છે. જે 15 જૂન ની સાંજ સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે, જે ભયંકર તબાહી સર્જી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, સૌરાષ્ટ્રને વટાવ્યા બાદ સાયકલોન બિપોરજોયની અસર રાજસ્થાનમાં જોવા મળશે.

તેની અસર અહીં 16 જૂન સુધી રહેશે અને ત્યારબાદ દક્ષિણ હરિયાણામાં 17 અને 18 તેમજ 19 જૂને વરસાદ પડશે. ત્યાં સુધીમાં વાવાઝોડાની ગતિ ધીમી પડી જશે જેના કારણે બહુ નુકસાન નહીં થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*