ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો વધતા જન ભાવનાઓ સાથે હવે નેતાઓ પણ જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આખરે કબૂલાત કરી છે કે કેસ વધવા પાછળ ચૂંટણીઓ જવાબદાર છે. ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે દિવસેને દિવસે કોરોના કેસો વધી રહ્યા છે.
ત્યારે સરકાર અને અનેક રાજકીય પક્ષો પર આક્ષેપો લાગી રહ્યા છે કે ચૂંટણીઓના કારણે જ કોરોના વકર્યો છે.સોમવારના રોજ એટલે કે આજરોજ વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન કોંગ્રેસના વિરજી ઠુમ્મરે કહ્યું કે.
ચૂંટણીના કારણે રાજ્યમાં કોરોના કેસ વધારો થયો છે. કેસ વધવા પાછળ કોંગ્રેસ પાર્ટી પણ એટલી જ દોષિત છે મતલબ કે ચૂંટણીઓમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ પક્ષ પણ તેટલો જ દોષી છે તેવું તેના ધારાસભ્યએ સ્વીકાર્યો છે.
ચૂંટણીમાં તાયફો કર્યા માટે કેસ વધ્યા સાથે ઠુમ્મર કહ્યું કે કોરોના કારણે મધ્યમવર્ગને ગરીબીરેખા વધુ નીચે પહોંચી છે.ગુજરાત રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે.
ગુજરાત સરકાર તહેવારોની ઉજવણી મંજૂરી આપશે કે નહિ તે અંગે લોકોમાં ઉત્સુક્તા છે. આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર હોળી ધૂળેટીના તહેવાર માં હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે.
પણ ધુળેટી ની ઉજવણી ની મંજૂરી નહીં મળે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં કોઈપણ ઠેકાણે રંગ છાટવાની મંજુરી ન મળે અને ભીડ એકઠી થાય તે પ્રકારની પણ મંજૂરી નહીં મળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment