હોળીના તહેવારની ઉજવણી માટે કેન્દ્રની મોદી સરકાર આપશે આટલા રૂપિયા, આ રીતે ઉઠાવો આ સ્કીમ નો ફાયદો.

Published on: 4:01 pm, Mon, 22 March 21

હોળીના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી છે અને આ વખતે હોળી માર્ચના અંતમાં છે. આ એવા સમયમાં છે જ્યારે સામાન્ય રીતે સેલેરી ક્લાસ ના લોકો ની સેલેરી લગભગ પૂરી થઈ ચૂકી હોય છે. તેવામાં જો હોળી જેવા પ્રમુખ તહેવાર મહિનાના અંતમાં આવે.

તો ખર્ચ કરવા માટે આપણે ખિસ્સુ ખંખેરવું પડે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે હોળી ઉજવવા માટે ખાસ ઓફર નું એલાન કર્યું છે.મોદી સરકાર સ્પેશ્યલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમ નો લાભ આપી રહી છે.

આ એટલા માટે ખાસ છે કે સાતમા વેતન આયોગ માં આ પ્રકારના કોઈ સ્પેશ્યલ એડવાન્સ સ્કીમ ની વ્યવસ્થા નથી. તેની પહેલા છઠ્ઠા વેતન આયોગ માં 4500 રૂપિયા મળતા હતા પરંતુ સરકારે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી દીધા છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોળી જેવા તહેવાર ઉજવવા માટે એડવાન્સમાં 10000 રૂપિયા લઇ શકે છે. તેના પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં અને આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે 31 માર્ચ અંતિમ તારીખ છે.

પછી કર્મચારી 10 સપ્તાહમાં તેને પરત કરી શકે એટલે કે હજાર રૂપિયાના માસિક હપ્તા દ્વારા તેને ચુકવણી કરી શકે છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું.

કે તહેવારો માટે આપવામાં આવી રહેલું એડવાન્સ પ્રી લોડેડ હશે. કેન્દ્રીય કર્મચારીઓના એટીએમમાં પૈસા પહેલેથી જ રજીસ્ટર રહેશે, ફક્ત તેને ખર્ચ કરવાના છે.

કોરોના કાળમાં કેન્દ્ર સરકારે જે રીતે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને ફીઝ કરીને મોટો ઝટકો આપ્યો હતો તેમાં આ એડવાન્સ રકમ કર્મચારીઓ માટે મોટી રાહત હશે અને તે હોળી જેવા તહેવારોમાં દીલ ખોલીને ખર્ચ કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હોળીના તહેવારની ઉજવણી માટે કેન્દ્રની મોદી સરકાર આપશે આટલા રૂપિયા, આ રીતે ઉઠાવો આ સ્કીમ નો ફાયદો."

Leave a comment

Your email address will not be published.


*