દેશમાં ગઈકાલે કેન્દ્રની મોદી સરકારે એક મહત્વપૂર્ણ બેઠકમાં સીબીએસસી ધોરણ 12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી લીધી હતી. અને ત્યારબાદ આજે ગુજરાત શિક્ષણ બોર્ડે પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડની તમામ પરીક્ષાઓ રદ કરી દેવાનો નિર્ણય લીધો.
આ નિર્ણય આજે સીએમ રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીનિ હિતમાં છે.
આ ઉપરાંત ગુજરાત સરકારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમટેબલ પણ જાહેર કરી દીધું હતું ત્યારબાદ આજે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પર્ફોમન્સ એ જોઈને પ્રમોશન આપવામાં આવશે. ગુજરાતમાં કુલ સામાન્ય પ્રવાહના 6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓ છે આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે ૧૮ વર્ષથી વધુ વયના જૂથના તમામ વિદ્યાર્થીઓને જિલ્લાવાર ડેટા એનાલિસિસ કરીને.
વેક્સિન નો જથ્થો ઉપલબ્ધ થાય ત્યારે વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે. રાજ્ય સરકારે વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવા માટે સહાય કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરશે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment