થઈ જાઓ સાવધાન, આવી રહ્યું છે “તુફાન”… હવામાન વિભાગની આગાહી મુજબ આજ બપોર નવલખી અને કંડલા બંડલ ઉપર…

Cyclone Biparjoy: મિત્રો હાલમાં તો ગુજરાતમાં(Gujarat) જ્યાં જુઓ ત્યાં વાવાઝોડાની(Cyclone Biparjoy news) જ ચર્ચાઓ ચાલી રહી છે. અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત બિપરજોય હવે ગુજરાતની નજીક પહોંચ્યો છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડું જખૌથી કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આ ભયંકર વાવાઝોડું આજ સાંજ સુધીમાં જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે.હવામાન વિભાગની આગાહી મુજબ આ જ બપોરે નવલખી અને કંડલા બંદર ઉપર વાવાઝોડાના કારણે બે થી ત્રણ માળ ઉંચા મોજા ઉછળી શકે છે. દરિયાના કિનારે ભારે કરંટ જોવા મળશે.

વાવાઝોડા ના કારણે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્રએ એલર્ટ મૂકી દીધું છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દ્વારકા અને કચ્છ તેમજ જામનગરમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ અને આવતીકાલે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ કરવામાં આવ્યું છે.

ભચાઉના જંગી-લલીયાણા રોડ વચ્ચે ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયો

વાવાઝોડા ના કારણે હાલમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયો ગાંડોતુર બન્યો છે. તેમજ ભારે પવન પણ ફૂંકાય રહ્યો છે. વાવાઝોડાના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. અનેક મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે પાવાગઢનું મંદિર આજ અને આવતીકાલે બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ નીચે આવતા તમામ મંદિરો આજરોજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ જ સાંજે પાંચ થી છ વાગ્યાની વચ્ચે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાઈ શકે છે. જો વાવાઝોડું ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યો તો ભારે તબાહી મચાવી દેશે. એટલા માટે ગુજરાતની જનતા પ્રાર્થના કરી રહી છે કે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*