આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે ત્યારે દુનિયામાં કોરોના સંક્રમિત નો આંકડો ચાર કરોડથી વધુ થઈ ગયો છે. અત્યાર સુધી ૩,૦૧,૧૧,૭૪૭ સંક્રમિત દર્દીઓ રિકવર થયા છે. સંક્રમણથી અત્યાર સુધી ૧૧.૧૮ લાખથી વધુ લોકોના મોત થયા છે. ચીનમાં તેની ઇમર્જન્સી કોરોના વેક્સિનનો તેના જ ત્રણ શહેરમાં ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. શહેરો ના નામ યિવું, નીગંબો, શેઓકસિંગ છે. આ તમામ શહેર જેજીયાંગ રાજ્યમાં આવેલ છે. ચીનમાં 11 વેક્સિન તૈયાર કરવામાં આવી છે. તે તમામ ટ્રાયલ ના અલગ અલગ સ્ટેજ માં છે.
તેમાંથી કેટલીક વેક્સિન ઈમરજન્સીમાં ઉપયોગી લેવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી ચીનમાં ૮૫૦૦૦ થી વધુ સંક્રમિત મળી આવ્યા છે અને ૪૬૩૪ મૃત્યુ થયા છઇઝરાયલમાં સંક્રમણના કેસમાં ઘટાડો થયા બાદ પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે. ઇઝરાયલના વડા પ્રધાને રવિવારે જાહેરાત કરી હતી કે.
એક કિલોમીટરના વિસ્તારમાં આવવા જવા દેવામાં આવશે. રેસ્ટોરન્ટ થી ડિલિવરી ઉપરાંત ટેક આઉટ ની સુવિધા પણ આપવામાં આવશે. બીચ પર જવાની પરવાનગી પણ આપવામાં આવી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે.
લોકો તરફથી જારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે છે.આશા છે કે આપણને અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર લાવવા મદદ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment