કોરોના મારામારીના પગલે રાજ્યની શાળાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ છે.ગુજરાતીઓના ભવિષ્યમાં કોઈ ખામી ન થાય તે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પહેલા ઓનલાઈન શિક્ષણ પુરૂં પાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે, ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ અંગે મોટું નિવેદન આપ્યું છે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ અને પરિક્ષા અંગે જણાવ્યું કે, તમારા 9 થી 12 માં 30 ટકા કોર્સમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ વિષયના નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું.
હવે પ્રકરણ ની ઉપયોગીતા ના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માત્ર 70 ટકા અભ્યાસક્રમ પર ધ્યાન આપે અને અભ્યાસક્રમમાં ઘટાડો એક વર્ષ સુધી જ લાગુ રહેશે. વધુમાં તેમણે જણાવ્યું.
ધોરણ નવ ની પરીક્ષા જૂનમાં લેવાશે અને ધોરણ 10 અને 12 ની પરીક્ષા 21 મે 2021એ લેવાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment