પ્રી-સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ માટે મોટા સમાચાર,સરકાર લેશે મોટો નિર્ણય

શાળા-કોલેજો બાદ હવે પ્રી સ્કુલ ભણતાં બાળકોના વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શાળા-કોલેજોની જેમ હવે પ્રી સ્કુલ ની ફી પણ ફી નિયમન કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે જેથી

હવે મન ફાવે તેમ ફી વસૂલતી સ્કૂલો પર લગામ લાગશે.મહત્વનું છે કે અગાઉ રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજો દ્વારા ઉઘરાવાતી વધુ પડતી ફિની ફરિયાદ ઉઠતા વાલીઓએ હંગામો મચાવ્યો હતો.

જે બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. જે વધુ પડતી ફી વસૂલતી શૈક્ષણિક સંસ્થાઓ અને શાળા સંચાલકો માટે નિયત ફીના ધોરણો નક્કી કર્યા હતા.

સરકાર દ્વારા બનાવવામાં આવેલ કમિટિ શાળા-કોલેજોમાં લેવામાં આવતી ફિ મોનીટરીંગ કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરતી હવે આગામી સમયમાં નવી શિક્ષણ નીતિ અમલ થવા જઈ રહી છે. નવી શિક્ષણ અંતર્ગત પ્રી પ્રાઇમરી લાગુ થશે. જેમાં શાળા-કોલેજ ની જેમ પ્રી સ્કુલ ની ફી ઉપર પણ લગામ લાગશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*