ફરી એકવાર ગુજરાત રાજ્યના વાહનચાલકો ને સરકારે મોટી ભેટ આપી હોય છે.ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ,આર.સી.બુક ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.મુદત પૂર્ણ થયેલા દસ્તાવેજોની પણ 31 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ માટે માન્ય રાખવામાં આવશે.
રાજ્યના વાહન વ્યવહાર કમિશનર ની કચેરી એ નવો આદેશ રજૂ કર્યો છે.કોરોના મહામારી ને પગલે વાહન માલિકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ,આર.સી.બુક,ફિટનેસ સર્ટિફિકેટ અને પરમીટ સહિતના દસ્તાવેજો ની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત વર્ષ આ તમામ દસ્તવેજો ની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિના નો ઉમેરો કરાયો હતો.નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજોની મુદત 31 મી ડિસેમ્બર 2020 એ પૂર્ણ થઈ ગઈ હતી,પરંતુ સરકારના નવા આદેશ મુજબ.
જેમની મુદત પૂર્ણ થઈ ગઈ હશે તો પણ તેની વેલીડિતી 31 માર્ચ,2021 સુધી માન્ય ગણાશે.બીજી તરફ લનીંગ લાયસન્સની મુદતમાં કોઈ વધારો નહિ કરવાનું જણાવાયું છે.6 મહિનાની વેલીડીતી પૂર્ણ થયા બાદ ફરી ફી ભરવાની રહેશે.વાહનો ના મહત્વના દસ્તાવેજો ને લઈને.
ફરી એકવાર નાગરિકોને એક મોટી રાહત આપી છે.હાલમાં કોરોના હોવાથી મોટા ભાગે ઓફિસો બંધ છે અથવા તો લોકો બહાર જવાનું ટાળી રહા છે ત્યારે રાજ્ય સરકારે રિન્યુ કરવા માટે 31-03-2021 સુધી વેલેડિતી આપી છે.
જેમણે મુદત પૂર્ણ થઈ ગઈ છે તેવા તમામ દસ્તાવેજો ની પણ 31 માર્ચ સુધી એફરોસમેન્ટ માટે માન્ય રાખવામાં આવશે. ગુજરાત રાજ્યના વાહનચાલકો માટે આવ્યા મોટા સમાચાર,લોકો માટે રાહત ના સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment