આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.તારીખ 26 ઓક્ટોબર થી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. વરસાદની આગાહીના કારણે મગફળીની ખરીદી રદ કરવામાં આવી છે. ખેડૂતોને મેસેજ દ્વારા આ અંગે જાણ કરવામાં આવી છે. 26 તારીખથી 139 એપીએમસી કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવશે.ગીર સોમનાથના વેરાવળ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદથી વેરાવળના અનેક ગામોના ખેતરો બેટમાં ફેરવાયા હતા.
ખેડૂતોની મગફળી પાણીમાં તરતી જોવા મળી હતી. જેને કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. દિવાળીના સમયે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી.ચોમાસામાં સતત વરસાદી માહોલ અને ત્યાર બાદ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment