સામાન્ય રીતે નવરાત્રી ના નોરતા માં ઠંડીની શરૂઆત થતી હોય છે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. પરંતુ આ વખતે સખત અને સતત ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળતા રાજ્યના ખેડૂતોને ચિંતા જોવા મળી રહી છે.છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે મગફળીના પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વછુટો છવાયો વરસાદ પડવાના એંધાણ છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવનારા ત્રણ દિવસ ફરી એક વખત મેઘ તાંડવ જોવા મળશે. ગુજરાત રાજ્યમાં 22 ઓકટોબર સુધી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તાર,ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો નીમેઘ વરસી શકે એવી પૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.
બંગાળ ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સક્રિય થયા બાદ ડિપ્રેશનમાં ફેરવાતાં જુદા-જુદા રાજયોમાં વરસાદ જોવા મળ્યો હતો.જોકે આ વરસાદ છેલ્લા તબક્કા નો છે અને જેને પોસ્ટ મોન્સૂન એક્ટીવીટી પણ કહેવાય છે.
તારીખ 21 અને 22 ઓક્ટોબર રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!