ગુજરાતમાં કોરોનાની મહામારી ના કારણે તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના ની બીજી લહેર ઘટી રહી છે ત્યારે ધીમે ધીમે રાજ્યમાં અનલૉક ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવતું સોમનાથ મંદિર 10:00 સુધી હવે ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે.
રાજ્યમાં કોરોના ના કેસ ઘટતા સરકાર દ્વારા જનતાને ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો ને ધ્યાનમાં રાખીને આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે.
સોમનાથ મંદિર ભક્તો માટે વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંદિરમાં સમય ફેરફાર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કોરોના નિયમનું પાલન દરેક ભક્તોને કરવું પડશે.
મંદિરમાં પ્રવેશતા દરેક ભક્તને સૌપ્રથમ પહેલા માસ્ક પહેરવું ફરજીયાત છે. અને દરેક ભક્તો અને સામાજિક અંતર જાળવી પડશે. જો કોઈ ભક્ત આ તમામ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય માં ભક્તોને આરતી દર્શન માટે મંદિરની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે. જ્યારે મંદિરમાં આરતી થશે ત્યારે ભક્તો ઊભા રહી શકે.
આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય અહલ્પા મંદિર, શ્રી રામ મંદિર, ગીતામંદિર, ભીડીયા, ભાલકા મંદિર અને લક્ષ્મી નારાયણ મંદિર માટે પણ આ નિયમો લાગુ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment