સુરત ગ્રીષ્મામાં કેસને લઈને ઘણા દિવસો બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી ફેનીલ ગોયાણીના વકીલે સુરત શૈક્ષણિક કોર્ટના ફાંસીના હુકમની સામે કરેલી અરજીને હાઇકોર્ટ એડમીટ કરી છે. ત્યારે હવે આ કેસની સુનવાણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. અરજી પર ઝડપથી સુનવાણી થાય તે માટે હાઈકોર્ટે આકરી ટકોર કરી હતી.
આરોપી ફેનીલ ગોયાણીના વકીલે હાઇકોર્ટમાં રજૂઆતો કરી હતી કે, સુરત સેશન્સ કોર્ટના હુકમને રદ કરો, સેશન્સ કોટ દ્વારા અપાયેલો હુકમ ભુલ ભર્યો છે. ફેનીલ ગોયાણીને આ કેસમાં નિર્દોષ છોડો. સુરત ગ્રીષ્મા કેસને લઇને રાજ્ય સરકારે આરોપી ફેનીલ ગોયાણી ફાંસીની સજા કન્ફર્મ થાય તે માટે હાઈકોર્ટમાં અરજી કરેલી છે.
અરજીની સાથે ફાંસીની સજાને પડકારથી તેમની આ અરજીને પણ જલ્દીથી સાંભળવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે. આરોપી ફેનીલ ગોયાણીના વકીલે હાઇકોર્ટની ટકોર કરતાં કહ્યું કે, અન્ય કેસમાં સજા પામેલા અનેક દોષીઓ છેલ્લા 10 થી 12 વર્ષથી જેલમાં બંધ પડેલા છે. તેમની અરજીઓ પેન્ડિંગ છે.
ત્યારે આવી સ્થિતિમાં તમારી અરજી ને વેલા સાંભળવાની પ્રાથમિકતાઓ આપી શકાય નહીં. સુરત ગ્રીષ્મામાં કેસને લઈને સુરત સેશન્સ કોર્ટે આરોપી ફેનીલ ગોયાણી ફાંસીની સજા સંભળાવી હતી. આ કેસને લઈને સુરત સેશન્સ કોર્ટનું માનવું હતું કે, આ કેસ રેરેસ્ટ ઓફ રેર પ્રકારનો કેસ છે. આવા આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.
એક કસાઈ જેમ પ્રાણીઓનો જીવ લેશે, તેમ આરોપી ફેનીલ ગોયાણી દીકરી ગ્રીષ્માનો જીવ લીધો હતો. આ ઉપરાંત સુરત સેશન્સ કોર્ટના જજે એ પણ નોંધી લીધું હતું કે, તેમણે તેમની 28 વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનો કેસ જોયો નથી. ગત 12 ફેબ્રુઆરીના રોજ ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મામાં વેકરીયા નામની દીકરીનો જીવ લઇ લીધો હતો.
આ ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ કરીને સંબંધિત કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ રજુ કરી હતી. બે મહિના બાદ કોર્ટે આરોપી ફેનીલ ગોરાણીને ફાંસીની સજા સંભળાવી હતી. રાજ્ય સરકારે આરોપી ફેનીલ ગોયાણી ફાંસી કન્ફર્મ કરવા માટેની અરજી હાઈકોર્ટમાં કરી હતી. જેમાં હાઇકોર્ટે નોટિસ ઇશ્યુ કરેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment