રાજ્યમાં વિધાનસભાની 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય થયો છે. પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓમાં આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચવા સુર ઉથયો
છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના ચેરમેન આર.પી.પટેલ ઉપરાંત ઊંઝા ઉમિયા ધામ સંસ્થાના માનદ મંત્રી દિલિપ પટેલે પણ હવે પાટીદાર યુવાનો પર ના કેસો પાછા ખેંચવા માંગ કરી છે.
ઊંઝા ઉમિયા સંસ્થાને રાજ્ય સરકારને પત્ર લખીને યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં જસદણ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓએ આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચવા માંગ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment