આજરોજ દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ડર દેખાતો ન હતો. આજ રોજ કોર્ટમાં બંને પક્ષના વકીલો અને ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા હતા. આ દરમિયાન કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે.
દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ગોયાણીને ફાંસીની સજા થશે. કોર્ટમાં જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ માન્યો છે. સુરતના પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઇ લીધો હતો.
આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. મળતી માહિતી મુજબ કોટે ગ્રીષ્મા વેકરીયા કેસમાં ફેનીલ ગોયાણીને ગુનેગાર ઠરાવ્યો હતો. મળતી માહિતી અનુસાર 22 એપ્રિલના રોજ આખો દિવસ આરોપી ફેનીલ ગોયાણીને શું સજા થવી જોઈએ તેના પર દલીલો ચાલી હતી.
કોર્ટમાં સૌપ્રથમ બચાવ પછી દ્વારા દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. સરકાર પક્ષે કોર્ટમાં દલીલો કરી હતી કે આરોપી ફેનીલ ગોયાણીને કડકમાં કડક સજા થવી જોઈએ. મળતી માહિતી અનુસાર બંને પક્ષોની દલીલો બાદ જજે તારીખ 26 આપી હતી.
26 તારીખે કોર્ટમાં જજે ફેનીલને સજા સંભળાવવાની તારીખ 5 મે જાહેર કરી હતી. આજે કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા આપી છે. 22 એપ્રિલના રોજ જ્યારે દલીલો કરવામાં આવી ત્યારે સરકારી પક્ષના વકીલોનું કહેવું હતું કે, અમારો કેસ માત્ર વિડીયો પર આધારિત નથી.
આરોપી ફેનીલ ગોયાણી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને તેને પૂરી તૈયારીઓ સાથે દીકરીનો જીવ લીધો છે. આજરોજ પણ કોર્ટમાં બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવશે. આરોપી ફેનીલ ગોયાણીને કડકમાં કડક સજા થાય તે માટે સરકારી પક્ષના વકીલો પોતાના પૂરતા પ્રયાસો કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment