અમદાવાદમાં એક યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો, આરોપીએ જીવ લીધા પહેલા મૃત્યુ પામેલા યુવકની માતાને કહ્યું હતું કે…

Published on: 12:09 pm, Thu, 5 May 22

અમદાવાદ શહેરમાં નાની નાની બાબત પર જીવ લેવાની ઘટનાઓ અને માથાકૂટની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદના માધવપુર વિસ્તારમાં ઈદના દિવસે એક યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકને ભાઈ માધવપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં ઇદના તહેવારના દિવસે મોહમ્મદ સારીદ નામનો યુવક તેના દોસ્ત ઉજેફ સાથે સરખેજ રોઝા ખાતે ફરવા ગયો હતો. આ દરમિયાન ઉજેફના ભાઈ નો ફોન આવે છે અને તેનો ભાઈ ફોન પર મોહમ્મદ સારીદ સાથે વાત કરે છે.

મળતી માહિતી મુજબ ઉજેફના ભાઈ મોહમ્મદ સારીદને જણાવ્યું કે, તારા ભાઈ તાહીરને મહાકાળી મંદિર જવાના રસ્તે ગજરાજની ચાલીના નાકે ફિરોજ નામના યુવકે તારા ભાઈના પેટ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા છે. તારા ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઇને મોહમ્મદ સારીદની માતાએ જણાવ્યું કે, ફિરોજ રાત્રિના સમયે અમારા ઘરે આવ્યો હતો અને કહેતો હતો કે તારો છોકરો અયાન ક્યાં છે. આજે તો હું તેનો જીવ લઇ લેવાનો છું. આટલું કઈ રીતે થતો રહ્યો હતો.

થોડીકવાર બાદ આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું કે ફિરોજ અયાન પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા છે. ત્યારબાદ અયાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મોહમ્મદ સારીદની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં એક યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો, આરોપીએ જીવ લીધા પહેલા મૃત્યુ પામેલા યુવકની માતાને કહ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*