ભાજપ ની જેમ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારો નક્કી છે.હાઈ કમાન્ડે પ્રદેશ નેતાઓ ની જાણ બહાર એક સર્વે કર્યો છે. ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક પક્ષને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવા માં કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારીઓના ભાગરૂપે ગુજરાત માં રાજકીય પરિસ્થિતિ જાણવા સર્વે કરાયો હોવાનું સામે આવ્યું છે.
ભાજપ ની જેમ ગુજરાત કોંગ્રેસમાં પણ રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હાઈ કમાન્ડે સર્વે કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતમાં 8 ટીમો ઊતારીને સર્વે કરાયો હોવાનું ખૂલ્યું છે.આ સર્વેમાં મહત્વની બાબત એ છે કે ગુજરાત કોંગ્રેસ ને ખબર નથી આવી તે તેના નાક નીચે ગુજરાતના તમામ વિધાનસભા વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.
સર્વેની કામગીરી દરમિયાન ગુજરાત પ્રદેશના નેતાઓને પણ અંધારામાં રાખી હોવાનું મનાઈ રહ્યું છે. આ સર્વેમાં રાહુલ ગાંધીએ વિધાનસભા ના જુદા જુદા મત વિસ્તારની માહિતી મેળવી છે. જેમાં ચોંકાવનારા તારણો પણ સામે આવ્યા છે.
હાઈ કમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે 2022 માં સ્વચ્છ છબી ધરાવતા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવું મનાઇ રહ્યું છે. નવા નેતૃત્વ સાથે જ્ઞાતિ સમીકરણ પણ જોડાય તેવું પણ લાગી રહ્યુ છે. કોંગ્રેસ દ્વારા યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ને મજબૂત કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે પંજાબ ની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ નવો દાવ રમશે તેવું લાગી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment