લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થતી જાય છે જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને લોકો ત્રાહિમામ પોકારે છે. લોકો સતત સરકારને પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટાડવા વિનંતી કરી રહ્યા છે ત્યારે સરકારે પાછીપાની કરી દીધી છે અને આ ઉપરાંત નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ સરકાર સામે ધર્મસંકટ જેવી પરિસ્થિતિ છે.
કહીને પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે તેવા સંકેતો આપ્યા છે.તેલ ઉત્પાદક દેશો ના સમૂહ OPEC અને સહયોગી દેશોએ એક બેઠક યોજી હતી જેમાં તેલ ઉત્પાદન માટે એપ્રિલ સુધી કાપ વધારો થઈ શકે છે.
અને આ ઉપરાંત સાઉદી અરબે રોજ ના દસ લાખ બેરલ ઓછું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. આમ આગામી સમયમાં કાચા તેલની કિંમતમાં 10 ડોલર સુધીનો વધારો થઇ શકે છે. કેન્દ્ર સરકારે કહી દીધું છે.
કે પેટ્રોલ-ડીઝલ પર લગાવવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરાશે નહીં તેથી જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફૂડ ઓઈલ ના ભાવ ઘટશે તો જ પેટ્રોલ ના ભાવ ઘટશે.દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસોથી પેટ્રોલની કિંમતો સ્થિર રહી છે.
જ્યારે ડીઝલની કિંમત પર સ્થિર જોવા મળી રહી છે. જો કે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા હતી જ્યારે આજે પણ ભાવ 91.17 રૂપિયા જોયો છે તેવી જ રીતે ડીઝલની કિંમત 81.47 રૂપિયા હતી જે આજે પણ 81.47 રૂપિયા રહી છે.
તો બીજી બાજુ મુંબઈમાં પણ દિલ્હી કરતાં પણ વધારે ભાવ જોવા મળી રહ્યો છે અને મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા પ્રતિ લિટર થઇ રહ્યું છે.
જ્યારે ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયું છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment