રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી શકે છે.29 અને 30 ઓગસ્ટ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર આગામી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ નું જોર ઘટશે. વેલમાર્ક લો-પ્રેશર અને સકલોનિક સર્ક્યુલેશન ફરી અસર થવા ને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે એટલેકે 29 ઓગસ્ટ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.30 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે 31 તારીખથી રાજયમાં વરસાદનું જોર ઘટશે.
બીજી બાજુ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 130.04 મીટર પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 10 ગેટ ખોલી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ઓમકારેશ્વર ડેમ લેવલ જાળવવા પાણી છોડાયું અને આ પાણી નર્મદા ડેમમાં પહોંચી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment