હરિયાણા સરકારે ગુરુગ્રામ,ફરીદાબાદ, પંચફૂલા, સોનીપત,રોહતક, કરનાલ,હિસાર, સિરસા અને ફતેહાબાદ માં વિકેન્ડ લોકડાઉન ની જાહેરાત કરી છે.30 એપ્રિલના રાતના 10 થી 3 મે ના સવાર ના પાંચ સુધી લોકડાઉન અમલી રહેશે. વિકેન્ડ લોકડોઉન દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતા.
બીજી સેવાઓ પર પાબંધી મૂકવામાં આવી છે.હરિયાણા માં તો પહેલાથી ધારા 144 લાગુ છે. ભારતમાં કોરોના ની બીજી લહેર નો કહેર યથાવત છે.દર રોજ કોરોના ના કેસ માં વધારો થઈ રહ્યો છે.
રોજ નોંધાતા આંકડા 4 લાખ ને પહોંચવા આવ્યા છે.દેશમાં ગુરુવારે એક દિવસ માં કોરોના ના સંક્રમણ ના 386,888 મામલા નોંધાયા છે.
જે બાદ સંક્રમણ ના ફૂલ કેસ 1,87,54,984 થઈ ગયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે.
દેશ માં વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 22,89,426.
લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ ફૂલ 1,19,22,841 લોકોને રસીકરણ નો ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment