મહુવામાં નાના ભાઈની નજરની સામે મોટો ભાઈ નદીમાં ડૂબી ગયો, મોટાભાઈનું કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

મહુવા તાલુકામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના કસાણ ગામ પાસે આવેલી સુકાવો નદીના પુલ પાસે નાના ભાઈની નજર સામે મોટો ભાઈ નદીમાં ડૂબી ગયો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા આજુબાજુના ખેડૂતો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને લાંબા સમયની શોધખોળ બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢયું હતું.

મળતી માહિતી અનુસાર ગઇકાલે બપોરે એક વાગ્યાની આસપાસ મહુવા તાલુકાના કસાણ ગામ પાસે આવેલ સુકવો નદીના પુલ પાસે સાવરકુંડલાના વતની અને કસાણ ગામ પાસે વ્યવસાય અર્થે આવેલા બે ભાઈઓ બળદને કરાવવા માટે આવ્યા હતા. બન્ને ભાઈઓ બળદોને સુકવો નદીના પુલ પાસે જણાવી રહ્યા હતા.

આ દરમિયાન એક બળદ ભડકી ઊઠે છે અને બળદ પાણીમાં જવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બન્ને ભાઈઓ તેને ખેંચવા અને પાણીમાં ન જવા દેવા માટે રોકી રાખે છે. આ દરમિયાન 15 વર્ષીય રણજીતભાઈ વિનુભાઈ રાઠોડ બળદની દોરી પકડી રાખે છે. બળદ રણજીતભાઈને પોતાની સાથે પાણીમાં ખેંચી જાય છે.

આ કારણોસર રણજીત નું પાણીમાં ડૂબી કારણે કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. નાનાભાઈ શિવરાજે દોરી મૂકી દીધી હતી આ કારણોસર તે બચી ગયો હતો. મોટાભાઈને પાણીમાં ડૂબતો જોઈને નાનો ભાઈ આજુબાજુના લોકોને ત્યાં બોલાવે છે. પરંતુ આજુબાજુના લોકો ત્યાં પહોંચે તે પહેલા તો મોટોભાઈ પાણીમાં ડૂબી જાય છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ પાંચ કલાક જેટલી મહેનત બાદ રણજીત ના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. બન્ને ભાઈઓ બળદના લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા હતા. રણજીતનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*