દેશમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને તેની સાથે રેસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ ની ચૂંટણી ની સમાપ્તિ બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ડીઝલની કિંમતમાં 28 થી 30 પૈસાનો વધારો અને પેટ્રોલની કિંમતમાં 25 થી 26 પૈસાનો વધારો થયો છે.
તેવામાં મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સૌપ્રથમવાર પેટ્રોલની કિંમતમાં 100 રૂપિયાને પાર કરી ગયો છે. તેની સાથે દિલ્હીમાં આજનો પેટ્રોલનો ભાવ 93.94 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 84.89 રૂપિયા છે. મુંબઈમાં આજનો પેટ્રોલનો ભાવ 100.19 રૂપિયા છે મુંબઈ માં પ્રથમવાર પેટ્રોલનો ભાવ થયો છે.
કોલકાતામાં ડીઝલની કિંમત 87.74 અને પેટ્રોલની કિંમત 93.97 થયો છે અને ચેન્નાઇમાં ડીઝલની કિંમત 87.65 અને પેટ્રોલની કિંમત 95.91 થયો છે. છેલ્લા 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં 3.61 રૂપિયાનો વધારો થયો છે અને છેલ્લા 16 દિવસમાં ડીઝલના ભાવમાં 4.11 રૂપિયાનો વધારો થયો છે.
પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા પેટ્રોલ-ડિઝલની કિંમતમાં બે મહિના સુધી કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો હતો નહીં. ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ ડીઝલની કિંમતમાં 17 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આજે વિવિધ શહેરમાં પેટ્રોલ ડીઝલ નો ભાવ આ મુજબ છે.
ભોપાલમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 120.04 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર ભાવ 93.38 રૂપિયા છે. રાંચીમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 90.62 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.64 રૂપિયા છે. બેંગ્લોરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.07 રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટર ભાવ 89.99 રૂપિયા છે.
પટનામાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 96.10 રૂપિયા અને ડીઝલ નો ભાવ 90.16 રૂપિયા છે. ચંદીગઢમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 90.36 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 84.55 રૂપિયા છે. લખનઉમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 91.41 અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 85.28 રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment