ડુંગળીમાં બજારમાં હાલ ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે.લાલ ડુંગળીના ભાવ પણ ઘટી રહ્યા છે,જયારે સફેદમાં નિકાસવાર કવોલિટી ના ભાવમાં બુધવારે 10 થી 20 નો સુધારો થયો હતો. ડી હાઇડ્રેશન કારખાનાઓ ના વેપારીઓ દ્વારા સફેદ ડુંગળી ના ખરીદી કરવાના.કારણે બજારમાં ખેડૂતોને ટેકો મળી રહો છે.
આગામી દિવસોમાં લાલના ભાવ હજી નીચા આવે તેવી શક્યતાઓ છે.ગઈકાલે લાલ ડુંગળી ના સોથી વધુ આવક ભાવનગર માર્કેટ યાર્ડમાં 57922 ગુણી આવક થઈ હતી જેના ભાવ 250 થી 444 બોલાયા હતા તેમજ મહુવામાં લાલ ડુંગળી ની 5000 ગુણી આવક સાથે ભાવ ₹127 થી 432 બોલાયા હતા.
મહુવામાં સફેદ ડુંગળી ની 85000 ગુણી આવક સાથે ભાવ ₹170 થી 259 બોલાયા હતા.બુધવાર ની સપેક્ષ્ટામાં ગુરુવાર ના ભાવમાં ₹40 થી 50 નો ઘટાડો થયો હતો.મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ તથા કમિશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે.
કે સફેદ કાંદાની આવક 5/03/21 શુક્રવાર ના સાંજના 6:00 થી 8:00 કલાક સુધી લેવામાં આવશે ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહિ.નક્કી કરેલ સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે.તેથી જણાવેલ સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment