ગુજરાત રાજ્યના ઝુપડપટ્ટી વિસ્તારોને પણ નલ સે જલ યોજના હેઠળ આવરી લેવામાં આવશે તેમ વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે નલ સે જલ યોજના વર્ષ 2022 ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે અને રાજ્ય સરકારના લક્ષ્યાંક પણ તેમને જાહેર કર્યા હતા.
મુખ્યમંત્રીએ વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીમાં આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેક્ટર રિફોર્મ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તર ની ચર્ચા માં સહભાગી થતા આ પ્રતિબધ્ધતા દર્શાવી હતી.તેઓ સ્પષ્ટ થઈ ગયું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલ કિલ્લા પરથી.
સમગ્ર દેશમાં નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે પાણી આપવાની યોજના અંગે જાહેરાત કરી હતી અને સમગ્ર દેશને પાણીજન્ય રોગોથી મુક્ત કરવા અંગેનો સંકલ્પ લીધો હતો.વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશમાં આ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચે તેનો લક્ષ્યાંક અપાયો છે.
ત્યારે ગુજરાતમાં આ યોજનાના વર્ષ 2022 ના અંતમાં પૂર્ણ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે.પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સ્વજલધારા અને સેક્ટર રિફોર્મ યોજના અંગે.
વિધાનસભા ગૃહ માં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપતા ઉમેર્યું કે,રાજ્યનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણીથી વંચિત નહીં રહે તે માટે સરકારે પહેલ કરી છે.સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી પરિવારો અને.
સ્વજલધારા અને સેક્ટર રિફોર્મ યોજના અંતર્ગત ખેડબ્રહ્માના 18 ગામો,વિજયનગર ના 5 ગામો, હિંમતનગરના 7 ગામો અને ઇડરના 3 ગામોમાં 100 ટકા ઘર સુધી નલ થી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment