દિવાળીના તહેવારોને લઈને એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર તેમજ સુરત, દાહોદ,ગોધરા,પંચમહાલ,ઝાલોદ માટે બસો દોડાવાશે.એક્સ્ટ્રા સંચાલનની બસોમાં મુસાફરોની માંગણી હશે
અને પૂરેપૂરી સીટો ભરાય તેટલા મુસાફરો હશે તો બસના મુસાફરના ઘર આંગણેથી સંચાલિત કરીને ગંતવ્ય સ્થળ સુધી બસો સ્પેશિયલ સુવિધા ના રૂપમાં દોડાવાશે.નવરાત્રિ પૂરી થઈ હવે ગણતરીના દિવસોમાં જ દિવાળીના તહેવારની શરૂઆત થઈ જશે.
અમદાવાદમાં રહેતા લોકો દિવાળીના તહેવાર ઉજવવા માટે પોતાના વતન જતા હોય છે તે સમયે ભારે ધસારો રહેતો હોય છે. જેને ધ્યાનમાં લઇને એસટી નિગમ દ્વારા આ વર્ષે પણ સ્પેશ્યલ બસો દોડાવવાનું આયોજન હાથ ધર્યું છે. દરેક ડેપોમાં તે અંગેની સૂચના આપી દેવામાં આવી છે.
29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રાજ્યભરમાં 250 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે.રૂટિન બસો સિવાયની વધારાની આ બસોમાં સવા ગણુ ભાડુ લેવામાં આવશે.સુરતમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો વસે છે.જેઓ મૂળ સૌરાષ્ટ્રના વતની હોય છે. સુરતથી સૌરાષ્ટ્રમાં રત્ન કલાકારો માટે હાલમાં વધારાની બસો દોડાવવાનું શરૂ કરી દેવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment