મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિચિત્ર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી જેમાં વિદેશના યુવક અને યુવતીને ભારતમાં આવીને ભારતીય યુવક અથવા યુવતી સાથે પ્રેમ થઈ જતો હોય છે.
ત્યારે હાલમાં તેઓ છે કે કિસ્સો સામે આવ્યો છે. જેમાં બેલ્જિયમની એક ભુરીએ ભારતના રિક્ષાવાળા સાથે લગ્ન કરી લીધા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 30 વર્ષના રીક્ષા ચાલક અને ટુરિસ્ટ ગાઈડ એવા ભારતીય યુવાનનું નામ અનંત રાજુ છે. તેની 27 વર્ષ ગર્લફ્રેન્ડ બેલ્જિયમની રહેવાસી છે જેનું નામ કેમિલ છે. અનંત રાજુ અને કેમિલે હિન્દુ રિતીરિવાજ મુજબ લગ્ન કરી લીધા છે.
ભારતમાં કોરોનાની મહામારી જ્યારે શરૂ થઈ તે પહેલા બેલ્જિયમની યુવતી કેમિલ અને તેનો પરિવાર ભારતની મુલાકાતે આવ્યો હતો. આ સમયે કેમિલ અને તેના પરિવારને અનંત રાજુ શહેરમાં ફરવા લાયક જગ્યાઓ પર ફેરવતો અને ઇતિહાસની વાતો કરતો હતો. ત્યારબાદ અનંત રાજુએ કેમીલ અને તેના પરિવારનું ખૂબ જ ધ્યાન રાખતું હતું.
એટલું જ નહીં પરંતુ રહેવા માટે ખૂબ જ સારી હોટલની વ્યવસ્થા પણ કરી દીધી હતી. ભારતની મુલાકાત બાદ કેમીલ પોતાના પરિવાર સાથે બેલ્જિયમ જતી રહી હતી. પરંતુ અનંત રાજુ અને કેમીલ બંને સોશિયલ મીડિયામાં એકબીજાના સંપર્કમાં આવી ગયા હતા.
બંને વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી અને આખરે બંનેની આ મિત્રતા પ્રેમ સંબંધમાં બંધાઈ ગઈ હતી. ત્યારબાદ બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન માટે બંનેના પરિવારના લોકો પણ રાજી થઈ ગયા હતા. ત્યારબાદ કેમીલ અનંત રાજુ સાથે લગ્ન કરવા માટે પોતાના પરિવાર સાથે ફરી એક વખત ભારત આવી હતી.
બંને અહીં હિન્દુ રીતીરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા હતા. બંનેના લગ્નનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment