માં-દીકરાએ મળીને પિતાના શરીરના 22 ટુકડા કરી નાખ્યા, પછી દરરોજ રાત્રે કંઈક એવું કરતા કે…હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 5:19 pm, Mon, 28 November 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો દિલ્હીમાં આઝાદી થોડા દિવસો પહેલા શ્રદ્ધા નામની એક દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને તેના શરીરના 35 ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. ત્યારે દિલ્હીના પાંડવ નગરમાં સોમવારે શ્રદ્ધા કેસ જેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના દીકરા સાથે મળીને તેના પતિનો જીવ લઈ લીધો હતો.

પતિનો જીવ લીધા બાદ પતિના શરીરના 22 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ બંને માં-દીકરાએ મળીને કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર પતિના 22 ટુકડા કર્યા બાદ તેના ટુકડા ફ્રીજમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ દરરોજ રાત્રે માં અને દીકરો ખુલ્લા મેદાનમાં પતિના મૃતદેહના ટુકડા ફેકવા માટે જતા હતા.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ન્યુઝ એજન્સી ANIએ સોમવારના રોજ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર મા અને દીકરાએ મળીને છ મહિના પહેલા એટલે કે જૂન મહિનામાં પિતાનો જીવ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમે માં અને દીકરાની ધરપકડ કરી છે.

ANI દ્વારા બહાર પાડવામાં આવેલા ઘટનાના સીસીટીવી ફૂટેજ એક જુન 2022 ના છે. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે રાત્રે લગભગ 12.44 વાગ્યાની આસપાસ દિપક નામનો વ્યક્તિ પોતાના હાથમાં બેગ લઈને જતો જોવા મળી રહ્યો છે. તેની પાછળ તેની માતા પૂનમ પણ જતી જોવા મળી રહે છે.

સમગ્ર ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે કે માં અને દીકરો પિતાના મૃતદેહના ટુકડા ફેંકવા માટે જતા હતા. આ ઉપરાંત અન્ય દિવસના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મા દીકરો આમ તેમ ટુકડા ફેકવા માટે જગ્યા શોધી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર પોલીસને તપાસ દરમિયાન ખૂબ જ સડેલી હાલતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના ટુકડા મળ્યા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અંજનદાસ હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મા દીકરા એ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં-દીકરાએ મળીને પિતાના શરીરના 22 ટુકડા કરી નાખ્યા, પછી દરરોજ રાત્રે કંઈક એવું કરતા કે…હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*