રંગીલા રાજકોટના કાઠીયાવાડી યુવકના પ્રેમમાં પડી ઇંગ્લેન્ડની ભૂરી..! કિશન સાથે સગાઈ કરવા “ભૂરી” સાત સમુંદર પાર કરી રાજકોટ આવી… જુઓ બંનેની સુંદર તસવીરો…

મિત્રો આજે અમે તમને રાજકોટના યુવક અને ઇંગ્લેન્ડની યુવતીની અનોખી પ્રેમ કહાની વિશે જણાવવાના છીએ. આપણે કહીએ છે ને કે, પ્રેમને ક્યારેય સરહદના સીમાડા નડતા નથી. તેનું એક ઉત્તમ ઉદાહરણ રંગીલા રાજકોટમાં બન્યું છે. મિત્રો રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીને પ્રેમ થઈ ગયો છે. ઇંગ્લેન્ડની યુવતીએ પોતાના પરિવાર સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ રાજકોટના કાઠીયાવાડી યુવક સાથે સગાઈ કરી છે.

તો ચાલો જાણીએ બંનેની અનોખી પ્રેમ કહાની. મિત્રો તમને જણાવી દઈએ કે ઘર તરફ રવિવારના રોજ રાજકોટના કાલાવડ રોડ ઉપર ખાનગી હોટલમાં વૈદ્ય પરિવારના દીકરા સાથે ઇંગ્લેન્ડની દીકરીની સગાઈ યોજાઈ હતી. હવે બંને આગામી દિવસોમાં ભારતીય સંસ્કૃતિ મુજબ અગ્નિની સાક્ષીમાં ફેરા ફરી લગ્ન કરીને એકબીજાના જીવનસાથી બનવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટમાં રહેતા વૈદ્ય પરિવારનો દીકરો કિસન પાછલા વર્ષે અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો. ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરતી વખતે તેને ઇંગ્લેન્ડની યુવતી એલી સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. ધીમે ધીમે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા અને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો.

ત્યારબાદ બંને પોતપોતાના પરિવારજનોને લગ્ન વિશે વાત કરી હતી અને નવાઈની વાત એ છે કે બંનેના પરિવારના સભ્યોએ લગ્ન માટે હા પાડી દીધી હતી. આટલું જ નહીં પરંતુ કિસાન સાથે સગાઈ કરવા માટે એલી પોતાના પરિવાર સાથે રાજકોટ આવી હતી અને ગત રવિવારના રોજ બંનેની સગાઈ પણ થઈ હતી.

હવે બંને હિન્દુ રીતે રિવાજ મુજબ અગ્નિની સાક્ષીમાં ફેરા ફરીને લગ્ન કરશે. રવિવારના રોજ બંનેના પરિવારજનોની હાજરીમાં બંનેની સગાઈ કરવામાં આવી હતી. હિન્દુ રીતે રિવાજ મુજબ સગાઈના સમયે દીકરીને હાથમાં શ્રીફળ આપવામાં આવ્યું, ચુંદડી ઓઢાડવામાં આવી તેમજ છાપ અને પગમાં પાયલ પહેરાવીને દરેક વિધિ કરવામાં આવી હતી.

સગાઈ વખતે બંનેના પરિવારો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર બંનેની સગાઈની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે અને લોકો બંનેની આ ખૂબ જ સુંદર જોડી જોઈને તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*