ગુજરાત ની ભૂપેન્દ્ર પટેલ ની સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરીને પછી ગુરુવારે અચાનક જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નું આયોજન રદ કરવાની જાહેરાત કરીને આશ્ચર્ય સર્જી દીધું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ફોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નું આયોજન રદ કરવાની જાહેરાત કરવાની ફરજ પાડી હોવાની ચર્ચા છે.
ગુરુવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,અન્ય સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓની બેઠક હતી. વાઇબ્રન્ટ સમિટ ના આયોજન સ્થળ મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી તૈયારી અને આયોજનની સમીક્ષા માટે બેઠક યોજવાની હતી પણ તેના બદલે અચાનક જ સમિટ જ રદ કરાઇ હોવાની જાહેરાત કરી દેવાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે બુધવારે વાઇબ્રન્ટ સમિટના આયોજનને કારણે કોરોના વકરવાની આશંકા વ્યક્ત કરતો પત્ર પ્રધાનમંત્રી કાર્યાલય ને મોકલ્યો હતો. તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ ફોન કરીને સૂચના આપતા ગુજરાત સરકારે આયોજન રદ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment