મિત્રો દરેક દીકરીનું સપનું હોય છે કે તેના લગ્ન ધામધૂમતી થાય અને લગ્નમાં તેના પિતા તેનું કન્યાદાન કરે. પરંતુ દરેક દીકરીઓના ભાગ્ય સરખા હોતા નથી. પિતાના હાથે દીકરીનું કન્યાદાન થાય તે બધી દીકરીઓના નસીબમાં હોતું નથી. ઘણી એવી દીકરીઓ છે જેને માતા-પિતા હોતા નથી એટલે દીકરીનું લગ્ન કરવાનું સપનું અધૂરું રહી જતું હોય છે.
ત્યારે આવામાં ગુજરાતમાં ઘણા એવા લોકો છે જેવો દીકરીઓને દુઃખ ઓછા થાય તે માટે સેવાકીય કાર્યો કરી રહ્યા છે. હંમેશા તેઓ આવી દીકરીઓની સેવા કરવા માટે આગળ રહેતા હોય છે. મિત્રો થોડાક દિવસો પહેલા જ 6 નવેમ્બરના રોજ ભાવનગરમાં એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું આયોજન ભોજપરા ગામના સુરેશભાઈ લખાણી અને દિનેશભાઈ લખાણીના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમૂહ લગ્નમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે દીકરી એ માતાની છત્રછાયા ગુમાવ્યું હોય અને ઘરમાં કોઈ કમાવાનું ન હોય અથવા તો દીકરીનો ભાઈ નાનો હોય તેવી બાબતોનું ધ્યાન રાખીને સુરેશભાઈ લખાણી અને દિનેશભાઈ 552 દીકરીઓની લગ્નની જવાબદારી પોતાના ખંભે ઉપાડી હતી અને ભાવનગરમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.
સુરેશભાઈ લખાણી અને દિનેશભાઈ લખાણીએ દીકરીઓએ 552 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. દીકરીઓએ જીવનમાં ક્યારેય ન જોયું હોય તેવી વસ્તુ દીકરીઓને કન્યાદાનમાં આપવામાં આવી હતી. ભાવનગરમાં યોજાયેલા ભવ્ય સમૂહ લગ્નમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાની હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેશભાઈ લખાણી અને દિનેશભાઈ લખાણીના આ સેવાકીય કાર્યોના ખૂબ જ વખાણ કર્યા હતા. મિત્રો આ સમૂહ લગ્નનું નામ પાપા કી પરી રાખવામાં આવ્યું હતું. 552 દીકરીઓના એક સાથે ધામધૂમથી લગ્ન થયા હતા.
દીકરીઓને કરિયાવરમાં પણ ખૂબ જ સારી એવી વસ્તુઓ આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દીકરીઓને કરિયાવરમાં 102 વસ્તુઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત 552ની દીકરીઓને સરપ્રાઈઝ તરીકે એક એક ડાયમંડ સેટ આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં સર્વ જ્ઞાતિની દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment