દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહનની ટક્કરના કારણે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
યુવક પોતાના મામાના ઘરેથી પોતાની માસીના ઘરે જતો હતો, ત્યારે રસ્તામાં ત્યારે અકસ્માત નડ્યો હતો. આ ઘટના બનતા યુવકના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ સંદીપ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.
સંદીપ દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઘટનાને લઈને સંદીપના મોટાભાઈ રવિએ જણાવ્યું કે, સંદીપ બે દિવસ પહેલા જ દિલ્હીથી પોતાના ઘરે આવ્યો હતો. ગુરૂવારના રોજ સંદીપ તેના મામાના ઘરે ગયો હતો. મામાના ઘરે ગયા બાદ તે ત્યાંથી બાઈક લઈને પોતાના માસીના ગામ જઈ રહ્યો હતો.
ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહન ચાલકે સંદીપની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, આ ઘટનામાં સંદીપ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત થયેલા સંદીપને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંદીપ ની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે ઝાંસી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં આજરોજ સારવાર દરમિયાન સંદીપનું મોત થયું હતું. સંદીપ બે ભાઈઓમાં અને એક બહેનમાં સૌથી નાનો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment