ભાજપના નવા નિયુક્ત પ્રદેશપ્રમુખ આર પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસે હાલ નીકળ્યા છે. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થવાથી પાર્ટી ના અનેક નેતાઓને કોરોના નો ચેપ લાગ્યો હતો. જે નેતાઓને લોકોને રીક્વેસ્ટ કરીને સમજાવવાના હોય તે જ લોકો હાલ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી રહ્યા છે. દરેક લોકો વિચારે છે કે હવે કેવી રીતે અટકશે કોરોના?
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન ગુરૂવારના રોજ અંબાજી નજીક દાંતા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે એકઠા થયા હતા. ગુજરાત રાજ્યમાં 70 થી પણ વધારે રાજકીય હોદ્દેદારો કોરોનાની ઝપટમાં આવવા છતાં રાજકીય નેતાઓ રેલી અને વિરોધ પ્રદર્શન માટે ભીડ એકત્ર કરી રહ્યા છે.
ગુજરાતમાં ગુરૂવારને રોજ નવા 1325 કેસ સાથે રાજ્યનો કુલ કોરોના નો આકડો 1 લાખ ને પાર થઈ ચૂકયો છે. જો કે રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો હોવા છતાં પણ રાજકીય નેતાઓ સોશ્યલ ડિસ્ટન્સ ની અવગણના કરીને રાજકીય કાર્યક્રમો યોજી રહ્યા છે. એક બાજુ સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા કરી રહ્યા છે તો એક બાજુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરી રહ્યા છે. બીજી તરફ અર્થતંત્ર ને પાટે ચડાવવા સરકાર દ્વારા અનલૉક માં છૂટછાટ આપવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment