ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જ્વેલરી શોપમાં ઘૂસીને એક મહિલાએ કાઉન્ટર પર હાજર મહિલાની નજર ચૂકાવીને સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજ દરેક દુકાનદારો માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. સમગ્ર ઘટનાને લઈને જસદણ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર દુકાનની અંદર ત્રણ મહિલાઓ ઘૂસી હતી.
જેમાંથી પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે અને અન્ય બે મહિલાઓની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના જસદણના ચિતલીયા રોડ પર આવેલા એક જ્વેલરી શોપમાં બની હતી. અહીં દાગીના ખરીદવાના બહાને ત્રણ મહિલાઓ દુકાનમાં ઘૂસી હતી. જેમાંથી એક મહિલાએ દુકાનના માલિકની નજર ચૂકવીને સોનાની બે બુટી જેની કિંમત 35,000 આસપાસ થાય છે તે ચોરી લીધી હતી.
ત્યારબાદ મહિલા દુકાનમાંથી રફુ ચક્કર થઈ ગઈ હતી. મહિલાના નીકળ્યા પછી દુકાનના માલિકને ખબર પડી કે દુકાનમાંથી સોનાની બુટી ગાયબ છે. ત્યાર પછી દુકાનના માલિકે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે મહિલા કાઉન્ટર પર હાજર મહિલાની નજર ચૂકાવીને કાઉન્ટર પર પડેલી સોનાની બુટી ચોરી લે છે.
દુકાનના માલિકે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ત્રણ મહિલાઓમાંથી એક મહિલાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય બે મહિલાઓની શોધખોળ ચાલુ છે.
આવી મહિલાઓથી ચેતી જજો..! જસદણમાં જ્વેલરી શોપમાં જઈને મહિલાએ કંઈક એવું કર્યું કે…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ pic.twitter.com/PIMqaYmKwU
— GUJJU ROCKZ (@gujju_rockz) December 10, 2022
પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે એક મહિલાની ધરપકડ કરી હતી. આ ઘટના જસદણના અવસર જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી. દુકાનના માલિક ભાવેશભાઈ વઘાસિયાએ ત્રણેય અજાણી મહિલાઓ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ચોરી ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment