આજના આધુનિક અને ટેકનોલોજીથી ભરેલા જમાનામાં પણ અંધશ્રદ્ધાના અનેક બનાવ બનતા તમે જોયા હશે. અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા કહેતી જજો નહીંતર તમારી સાથે પણ ન થવાનું થશે. અંધશ્રદ્ધાના નામે દુઃખ દૂર કરવાનું કહીને ધુતારાઓ તમને લૂંટી શકે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના આણંદના ઓડ ગામમાંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર અહીં ગામમાં એક મહિલાઓની ઢોંગી ટોળી ઘૂસી હતી. ખોડીયાર માતાજી થી આવ્યા છીએ તેમ કહીને મહિલાઓની ટોળી ગામના એક ઘરમાં ઘૂસી ગઈ હતી. ઘરમાં ઘૂસીને મહિલાઓએ ધૂળવાનું શરૂ કર્યું હતું. પછી ઘરમાંથી 1.50 લાખ રૂપિયા લૂંટીને મહિલાઓ ફરાર થઈ ગઈ હતી.
આ ઘટના સામે આવતા જ પોલીસે તરત જ આરોપી મહિલાઓની ટોળીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર ત્રણ મહિલાઓ ખોડીયાર માતાજીથી આવ્યા છીએ તેમ કહીને આણંદના ઓડ ગામની એક મહિલાના ઘરમાં ઘુસ્યા હતા.
ત્યારબાદ આરોપી મહિલાઓ ઘરની મહિલાને કહે છે કે માતાજી તમારા દુઃખ દૂર કરશે એટલા માટે ઘરમાં રહેલા તમામ રૂપિયા અહીં લઈને આવો. આ લોકોની વાતમાં ભળવાઈ ગઈને ઘરની મહિલાએ ઘરમાં પડેલા લાખ રૂપિયા લઈને આવી હતી. આ ઉપરાંત મહિલાની દીકરી બીજા 50 હજાર રૂપિયા લઈને આવી હતી.
ત્યારબાદ આરોપી મહિલાઓએ ધૂળવાનું શરૂ કર્યું. જોત જોતા માતો આરોપી મહિલાઓ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એમાં તમે સ્પષ્ટ છોડી શકો છો કે ત્રણ આરોપી મહિલાઓ ગામમાં પ્રવેશ કરી રહી છે.
આણંદના ઓડ ગામમાં મહિલાઓએ દોઢ લાખની કરી લૂંટ, અંધશ્રદ્ધાના નામે દુખ દૂર કરવાનું કહી ચલાવી લૂંટ, પોલીસે હાથ ધરી તપાસ#Anand #Gujarat pic.twitter.com/Ub1hIv7Pcq
— News18Gujarati (@News18Guj) January 31, 2023
સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. મિત્રો તમે પણ આવી અંધશ્રદ્ધાથી દૂર રહેજો નહિતર તમે પણ આવી ઘટનાનો ભોગ બની શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment