સાવજના પણ ટોળા હોય..! અમરેલીના આ ગામમાં એક સાથે 8 સિંહ આટા ફેરા મારતા દેખાયા… જુઓ અદભુત વિડીયો…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સિંહોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને અમરેલી જિલ્લો ખુલ્લેઆમ ફરતા સિંહોને લઈને ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના ગામડાઓમાં અવારનવાર સિંહોના ટોળા શિકારની શોધમાં આંટાફેરા મારતા જોવા મળતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા ગામમાં એક સાથે આઠ જેટલા સિંહ ગામમાં આટા ફેરા મારતા દેખાયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આઠ જેટલા સિંહ ગામના રસ્તા ઉપર ફરતા જોવા મળી રહ્યા છે.

આ ઘટનાનો વિડીયો સામે આવતા જ ગામના લોકોમાં ભરીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહની આસપાસ વસવાટ હોવાના કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં અવારનવાર ગામડામાં અવરજવર કરતા જોવા મળે છે. આમાં એક સાથે આઠ સિંહ જોવા મળતા ગામના સરપંચે વન વિભાગને પણ રજૂઆત કરી છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહો દીવાલ ઉપર છલાંગ મારીને ભાગદોડ કરતાં જોવા મળી રહ્યા છે. વારંવાર ગામમાં સિંહ આવી જવાની ઘટનાઓ બને છે. છતાં પણ વન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી નથી થતી તેના કારણે ગામના લોકો ખૂબ જ નારાજ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંચ સિંહ એક લાઈનમાં ચાલતા જોવા મળી રહ્યા છે. ત્યારે અન્ય ત્રણ સિંહો રોડની વચ્ચોવચ આટા મારતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ એક બે સિંહ છલાંગ લગાવીને એક દિવાલ ઉપર ચડી જાય છે. સમગ્ર ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેઓ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*