સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે અત્યારથી તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે ત્યારે ગુજરાત રાજ્યમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણી નજીક આવતા બંને પક્ષોમાં તોડ-જોડ ની નીતિ ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્ય ડાંગ કોંગ્રેસમાં મોટું ગાબડું પડયું છે. ડાંગ જિલ્લામાં કોંગ્રેસના 25 થી પણ વધારે આગેવાનોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.
જેના કારણે કોંગ્રેસને ચૂંટણી પહેલા જ મોટું નુકસાન થયું છે.રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું તો ગજેન્દ્ર રામાણીના રાજીનામાં બે કલાકના સમયમાં જ તેમના પિતરાઈ ભાઈ દિલીપ રામાણીએ પણ રાજીનામું આપ્યું હતું.
ધોરાજી નગર પાલિકામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપ્યું હતું ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના હોદ્દેદારો અને.
કાર્યકર્તાઓ ના રાજીનામાના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment