કોરોનાવાયરસની સામેની લડાઈમાં આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, 30 એપ્રિલ બાદ…

Published on: 3:29 pm, Sun, 27 December 20

ભારતમાં કોરોનાવાયરસ ના કેસમાં હવે ધીમેધીમે ઘટાડો થઈ રહ્યા છે અને મહત્વની વાત એ છે કે કોરોના સમયમાં સૌથી વધારે કેસ આવતા હોટસ્પોટ વિસ્તારો કહેવાતા હતા જેમાં અત્યારે એક પણ નવા કેસ આવતા નથી. કોરોનાવાયરસ મહામારીમાં મુંબઈથી સતત રાહત આપે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ શહેરમાં જે વિસ્તારમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોરોનાવાયરસ ના હોટસ્પોટ જ્યાં હવે એક પણ કોરોનાવાયરસ ના કેસ આવી રહ્યા નથી.

શનિવારના રોજ મુંબઈના કોરોનાવાયરસ ના હોટસ્પોટ વિસ્તાર દાદર માંથી કોરોનાવાયરસ નો એક પણ નવો કેસ સામે આવ્યો નથી જે ભાગ મહારાષ્ટ્રનું સ્વાસ્થ્ય વિભાગ પણ સંતુષ્ટ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર દાદરમાં શનિવારે કોરોનાવાયરસ નો એક પણ કેસ સામે આવ્યો નથી. મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારી અનુસાર 30 એપ્રિલ બાદ.

ત્યાં કોરોનાવાયરસ નો એક પણ કેસ આવ્યો નથી.નોંધનીય છે કે ફરજિયાત પણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ ના કારણે ફાયદો મળી રહ્યો છે.સંક્રમણ ની રફતાર પણ ઘટી ગઈ છે અને મુંબઈમાં પણ કોરોનાવાયરસ ના નવા કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

શનિવારના રોજ મુંબઈ શહેરમાં કોરોનાવાયરસ ના 536 કેસ સામે આવ્યા હતા જ્યારે 12 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં શહેરમાં રિકવરી રેટ પણ 93 ટકા પર પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!