સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં મુરલીધર વાડી ખાતે કોંગ્રેસ દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા અને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી,માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા એ હાજરી આપી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને પક્ષ પલટુ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષ બદલી રહ્યા છે. કોંગ્રેસના સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો ઝટકો લાગ્યો છે.
માંગરોળના શેરીયાજ ગામ ના 3 ગ્રામ પંચાયતના સભ્યો સાથે 100 જેટલા લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.100 થી વધારે આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસના ખેસ ધારણ કર્યા હતા.એક સાથે આટલા બધા આગેવાનો કોંગ્રેસમાં જોડાતા માંગરોળમાં.
ભાજપના રાજકારણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ પક્ષ બદલી રહ્યા છે.ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અને ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તેવી શક્યતા છે.ભાજપ અને કોંગ્રેસે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment