મોટા સમાચાર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સી.આર.પાટીલ ની ટીમ થઈ જાહેર.

Published on: 9:05 pm, Thu, 7 January 21

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવી ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં 7 ઉપપ્રમુખ, 5 મહામંત્રી અને 8 મંત્રી નો સમાવેશ થાય છે. સુરેન્દ્ર પટેલ ને પ્રદેશ કોષાધ્યાશ અને ધર્મેન્દ્ર શાહને પ્રદેશ સહ કોષાધ્યાશ બનાવાયા છે.અલગ અલગ જિલ્લાઓ ના નેતાઓની 7 ઉપપ્રમુખ, 5 મહામંત્રી અને.

8 પ્રદેશ મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે.સી.આર.પાટીલે ઉપ-પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, જયંતીભાઈ કવાડિયા સહિત સાતની નિમણૂક કરી છે. ભીખુભાઈ દલસાણીયા ને ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ચાલુ રખાયા છે.

ભાર્ગવ ભટ્ટ ને પ્રદેશ મહામંત્રી નો હવાલો સોંપવામાં આવ્યો છે, સાથે સાથે પૂર્વ મંત્રી રજની પટેલને મહામંત્રી નો હવાલો સોંપવામાં આવ્યો છે. ભાજપના યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવવામાં આવ્યા છે અને વિનોદ ચાવડાને મહામંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે પોતાની નવી ટીમ ની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની સંભાવના છે ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહત્વની જાહેરાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!