દેશભરમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ત્યારે શુક્રવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ફોર્ચ્યુનર કાર બેકાબૂ બનીને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક યુવતીનું દર્દનાક મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર તમામ લોકો ભોજન કરવા માટે જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં અચાનક જ કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના હરિયાણાના રોહતકમાં બની હતી. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનું નામ સ્મૃતિ પાંડે હતું અને તે દિલ્હીના સેક્ટર 8ની રહેવાસી હતી. સ્મૃતિ પાંડે પંડિત લક્ષ્મીચંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ પરફોર્મિંગ એન્ડ વિઝ્યુઅલ આર્ટની વિદ્યાર્થીની હતી.
અભ્યાસ માટે તે દિલ્હીથી હરિયાણાના રોહતક આવી હતી. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ રાત્રિના સમયે સ્મૃતિ પાંડે પોતાના અન્ય સાથીદારો સાથે કારમાં ભોજન કરવા માટે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં તેમની કાર અચાનક જ બેકાબું બનીને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
જેના કારણે કારમાં સવાર પાંચેય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે સ્મૃતિ પાંડેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી સ્મૃતિ પાંડેની મોટી બહેનના લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ હતા. શનિવારના રોજ તે પોતાના ઘરે જવાની હતી. પરંતુ તે પહેલા અકસ્માતમાં દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારની લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. મોટી બહેનની ડોલી ઉઠે તે પહેલા નાની બહેનની અર્થી ઉઠતા માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment