થોડાક દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં દીકરીના લગ્નના આગલા દિવસે પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દીકરી વિદાય લે પહેલા પિતાની અર્થી ઉઠતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ગત રવિવારના રોજ સવારે પિતાનું મૃતદેહ ઘરની નજીક આવેલી લોટની મિલમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
રવિવારના રોજ દીકરીના લગ્ન હતા અને ઘરે જાણ આવવાની હતી ઘરે બધા સંબંધીઓ ભેગા થઈ ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના લખનઉમાં બની હતી. શનિવારના રોજ રાત્રે પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
જ્યારે રવિવારના રોજ સવારે લોકોને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુનિલ ત્રિવેદી હતું અને તેમની ઉંમર 51 વર્ષની હતી. તેમને છ દીકરીઓ અને એક દીકરો છે.
સમગ્ર ઘટનાને લઈને સુનિલ ત્રિવેદીના સંબંધીઓએ જણાવ્યું કે, સુનિલની ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને સુનિલ પર ઘરની તમામ જવાબદારીઓ હતી. સુનિલે ગમે તેમ કરીને પોતાની ત્રણ દીકરીઓના લગ્ન કરાવી દીધા હતા. તેને ઘરની નજીકમાં જ એક લોટની મિલ ખોલી હતી. તેમાંથી સરખી આવક ના થતા સુનિલે પ્રોપર્ટી બીલીંગનું કામ પણ શરૂ કર્યું હતું.
સુનિલે પોતાની ચોથી દીકરીના લગ્ન લોકો પાસે ઉધાર રૂપિયા લઈને કર્યા. કાનપુરના રહેવાસી આકાશ નામના વ્યક્તિ સાથે સુનિલને ચોથી દીકરીના લગ્ન થવાના હતા. લગ્નના થોડાક દિવસોથી સુનિલ ખૂબ જ પરેશાન રહેતો હતો અને કહેતો હતો કે લગ્નમાં ઘણો બધો ખર્ચો થઇ જશે. લોકોના પૈસા ચૂકવવા માટે કંઈક કરવું પડશે.
સુનિલ પરિવારમાં માત્ર એક કમાવનાર વ્યક્તિ હતો અને તેના ઉપર આખા ઘરની જવાબદારી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે તળાવના કારણે તેને આ પગલું ભર્યું છે. પિતાના મૃત્યુ બાદ દીકરીને પૂછવામાં આવ્યું ત્યારે દીકરીએ રડતા રડતા જણાવ્યું કે, પપ્પા હંમેશા અમારી ચિંતા કરતા હતા. અમે દરેક રૂપિયા ભેગા કરી અને લોકો પાસેથી પૈસા લઈને સંબંધ નક્કી કર્યો હતો.
મને ખબર ન હતી કે મારા જતા પહેલા પપ્પા દુનિયા છોડીને જતા રહેશે. મારો ભાઈ હજુ નાનો છે અને તે ભણે છે. મારા પપ્પા એકલા હાથે ઘરનો ખર્ચો ચલાવતા હતા. મારા લગ્નની તૈયારીમાં પપ્પા અંદરથી ભાંગી પડ્યા હતા. સુનિલ નું સપનું હતું કે તેની દીકરીના લગ્ન ધામધૂમતી થાય. તેથી સુનીલના મૃત્યુ બાદ લગ્ન કેન્સલ ન રાખ્યા અને દીકરીના લગ્ન કરાવ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment