નવસારીમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. નવસારીમાં ચીખલી તાલુકાના તળાવચોરા ગામે એક તળાવમાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલી યુવતીના 23 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. દીકરીના લગ્ન થાય પહેલા તેનું મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે યુવતીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી યુવતીનું નામ પ્રિયંકા આહીર હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.
પ્રિયંકા આહીરના 23 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. દીકરીની ડોલી ઉઠે તે પહેલા દીકરીની અર્થે ઉઠતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને ચીખલી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પ્રિયંકાનો જીવ લેવામાં આવ્યો છે કે તેને સુસાઇડ કર્યું છે, તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.
ચાર દિવસ પછી દીકરીના લગ્ન હતા. જેના કારણે પરિવારમાં ચારેય બાજુનો ખુશીનો માહોલ હતો. ઘરના સભ્યો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા. પરંતુ કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે દીકરી સાથે આવું બનશે. પોલીસને પ્રિયંકાનો ફોન પર મળી આવ્યો છે.
પ્રિયંકાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. મળતી માહિતી અનુસાર પ્રિયંકાના પિતા મંદિરમાં પૂજા કરે છે અને દરરોજની જેમ સવારના સમયે પ્રિયંકાના પિતા પૂજા કરવા માટે ગયા હતા. મોડે સુધી પ્રિયંકા પોતાના રૂમમાંથી નીચેના આવી જેના કારણે પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
ત્યારે ગામના તળાવમાંથી પ્રિયંકાનું મૃતદેહ મળી આવ્યું હતું. પછી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment