મોરબીમાં ઘરમાં રમતી 6 વર્ષની ફુલ જેવી દીકરી સાથે કંઈક એવું બન્યું કે… પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય…કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો…!

Published on: 7:58 pm, Sun, 19 February 23

મોરબીમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરની અંદર રમી રહેલી 6 વર્ષની દીકરીનું દર્દનાક મોત થયું છે. રમતા રમતા બાળકી સાથે કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. માસુમ દીકરીનું મોત થતા માતા-પિતા ઉપર આપ તૂટી પડ્યું છે. આ ઘટના મોરબીના કાલિક પ્લોટ માં રહેતા મોસીન હુસેન કુરેશીના ઘરે બની હતી.

અહીં ઘરમાં 6 વર્ષની માહીનુર નામની દીકરી રમતી હતી. રમતા રમતા દીકરી ટીવી પાસે પહોંચે છે. ત્યારે અચાનક જ તેવી તેના માથા ઉપર પડી હતી. જેના કારણે દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર માહીનુર ઉપર રમતા રમતા અચાનક જ માથા ઉપર ટીવી પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

ત્યારબાદ પરિવારના સભ્યો તેને સૌપ્રથમ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ અને પછી અમદાવાદ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આપ ઘટનાની જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, દીકરી જ્યારે ટીવી પાસે રમી રહી હતી. ત્યારે અચાનક જ તેના માથા ઉપર ટીવી પડી હતી જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. કેવી રીતે ટીવી દીકરીની માથે પડી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીના પિતા પોતાની દીકરીને સારવાર માટે સૌપ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. પરંતુ દીકરીની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન આવતા દીકરીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી હતી.

અહીં અમદાવાદમાં સારવા દરમિયાન છ વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતા પિતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબીમાં ઘરમાં રમતી 6 વર્ષની ફુલ જેવી દીકરી સાથે કંઈક એવું બન્યું કે… પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય…કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો…!"

Leave a comment

Your email address will not be published.


*