આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતના કારણે પરિવારમાં લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ચમોલી જિલ્લાની છે. જેમાં એક પરિવાર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો છે.
મળતી માહિતી અનુસાર આવનારી 12 મેના રોજ દીકરીના લગ્ન હતાં. પરંતુ માર્ગ અકસ્માતના કારણે દીકરીના લગ્નના ત્રણ દિવસ અગાઉ દીકરીનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર 12 મેના રોજ પિંકી રાણા નામની દીકરીના લગ્ન હતાં. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.
પિંકી પોતાના લગ્નની ખરીદી કરવા માટે મામાના મેરઠ ગઈ હતી. પિંકી લગ્નની ખરીદી કરીને ઘરે પરત આવી રહી હતી. ત્યારે તેની સાથે તેના મામા પ્રતાપસિંહ, મામી ભાગીરથી દેવી, મામાના દીકરો વિજય અને મામાની દીકરી સાથે હતા. તેઓ શનિવારના રોજ ચમોલી લઈ જવા માટે રવાના થયા હતા.
આ દરમિયાન દેવપ્રયાગ રોડ પર પોપટ ઘાટી પાસે તેમને અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય પિંકી રાણા, 40 વર્ષીય પ્રતાપસિંહ, 36 વર્ષીય ભાગીરથી દેવી, 15 વર્ષીય વિજય અને 12 વર્ષીય મંજુનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર પોપટ ઘાટ પાસે કાર અચાનક બેકાબુ બની ગઈ હતી અને ખીણમાં પલટી ખાઈ ગઈ હતી.
આ ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને SDRFની ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ તમામના મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં પરિવારની કન્યા સહિત ચાર લોકોના કરૂણ મૃત્યુ થયા છે.
ઘટનાની જાણ થતા જ પરિવારમાં લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. લગ્ન પહેલા જ પિંકી રાણાનું અકસ્માતમાં મૃત્યુ થતાં માતા-પિતા અને ભાઈની આંખ માંથી આંસુ સુકાતા નથી. ભાઈ પોતાની બહેનની ડોલી ઉઠાવે તે પહેલા તો ભાઈની પોતાની બહેનની અર્થી ઉઠાવી પડી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment